રસ્તા ઉપર કચરો ફેંક્યો, તો થઇ શકે છે આવું જાણો

 લૉકડાઉનને કારણે હવા-પાણી તો કંઈક અંશે સાફ થઈ ગયા પરંતુ કોરોનાથી બચવાની શરત પર આપણે માણસો આપણી ગંદી હરકતોને કારણે રસ્તા  નદી-તળાવ તથા સમુદ્રો માટે નવું જોખમ ઊભું કરી રહ્યાં છીએ. મહામારીની વચ્ચે સિંગલ યુઝ માસ્ક, PPE, ગ્લવ્સ તથા સેનિટાઈઝરનો ઉપયોગ રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. જોકે, આના ઉપયોગ બાદ લોકો યોગ્ય રીતે ડસ્ટબિનમાં તેનો નિકાલ કરતાં નથી અને ગમે ત્યાં ફેંકી રહ્યાં છે. 


દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જેના દ્વારા લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનાન પ્રયાસો થઇ રહ્યા છે. આપણે ઘણા લોકોને જોઇએ છીએ કે જો ચાલતી ગાડીમાંથી રસ્તા પર કચરો ફેંકે છે. આવા લોકો જાણે કે સુધરવાનું નામ નથી લેતા. ત્યારે હવે એક એવા ઘટના સામે આવી છે કે, ત્યારબાદ કોઇ પણ વ્યક્તિ રસ્તા પર કચરો ફેંકતા બે વાર વિચાર કરશે. આ ઘટના કર્ણાટકની છે. જ્યાં બે યુવકોને 80 કિમી પરત આવીને રસ્તા પર ફેંકેલા કચરાની સફાઇ કરવી પડી છે. 


ઘટના એવી છે કે હાઇવે ઉપર ડ્રાઇવિંગ કરતા સમયે બે યુવકોએ પોતાની કારમાંથી ખાલી પિત્ઝાના બોક્સ રસ્તા ઉપર ફેંક્યા. આ બેમાંથી એક ડબ્બાની અંદર બિલ પણ હતું. આ બિલની અંદર એક યુવકનો ફોન નંબર પણ હતો. આ નંબરની મદદથી પોલિસે તેમને ફોન કર્યો અને પરત બોલાવીને કચરાની સફાઇ કરાવી. કોડાયુ ટૂરિઝમ એસોશિએશનના પ્રમુખ મહાસચિવ મદેતિરા થિસમૈયાએ સૌથી પહેલા રસ્તા પર પડેલા આ કચરાના ડબ્બા જોયા હતા. 


તેમણે જ્યારે આ ડબ્બા ખોલ્યા તો તેમાંથી એક બિલ મળ્યું અને તેની અંદર મોબાઇલ નંબર હતો. જેથી તેમણે તેને ફોન કર્યો અને પાછા આવીને કચરો સાફ કરવાનું કહ્યું. જો કે યુવકે આવું કરવાની ચોખ્ખી ના પાડી. બાદમાં થિસમૈયાએ આ નંબર પોલિસને આપ્યો અને તેમણે ફોન કર્યો. ત્યારબાદ પેલા યુવકને આવીને કચરો સાફ કરવો પડ્યો

ઇન્ડિયન ગેસ સિલિન્ડર બુકિંગ નંબર, આ નંબર પર થી કરવું પડશે બુકિંગ  જાણવા અહીં ક્લિક કરો 

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post